સુરત: ઝૂંપડામાં ચોરખાનું બનાવી સંતાડ્યો હતો 30 લાખનો ગાંજો, બે આરોપીની ધરપકડ


Updated: September 28, 2022, 4:07 PM IST
સુરત: ઝૂંપડામાં ચોરખાનું બનાવી સંતાડ્યો હતો 30 લાખનો ગાંજો, બે આરોપીની ધરપકડ
આરોપીઓ ટ્રેન મારફતે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો મંગાવી ઝૂંપડામાં સંતાળીને રાખ્યો હતો.

Surat Crime: સુરતમાં ગાંજા માટે જાણીતા ઉત્કલન નગરમાં કતારગામ પોલીસે ઉત્કલન નગર ખાતે એક ઝૂંપડામાં ચોરખાનું બનાવીને રાખવામાં આવેલું 305 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરી કર્યો છે.

  • Share this:
સુરત: ગુજરાતમાં નશાના રવાડે ચડેલા યુવાનોને નશાથી દૂર રાખવા માટે ગુજરાત પોલીસે નશાના કારોબાર કરતા લોકોને ઝડપી પાડવાની શરૂ કરી છે, ત્યારે સુરતમાં ગાંજા માટે જાણીતા ઉત્કલન નગરમાં કતારગામ પોલીસે ઉત્કલન નગર ખાતે એક ઝૂંપડામાં ચોરખાનું બનાવીને રાખવામાં આવેલું 305 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરી કર્યો છે. જેની કિંમત 30 લાખ રૂપિયા થાય છે. સાથે જ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નશાનો કારોબાર કરતા શખ્સોને ઝડપી પાડી નશાનો નેટવર્ક તોડી પાડવા માટેની કવાયત શરૂ કરાઇ છે. આ મામલે સુરત પોલીસ પણ અગ્રેસર રહીને કામગીરી કરી રહી છે. સુરતમાં નશાના કારોબારના સૌથી મોટા નેટવર્કનો સુરત પોલીસે ભાંડો ફોડ્યા છે, ત્યારે વધુ એક રેકેટનો પડદાફાશ સુરતની કતારગામ પોલીસે કર્યો છે. ગાંજા માટે જાણીતું સુરતના કતારગામ પોલીસની હદમાં આવેલા ઉત્કલન નગરમાં એક ઝૂંપડામાં ચોરખાનું બનાવી ગાંજાનો મોટો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આઘારે સુરતની કતારગામ પોલીસે દરોડા પાડી 305 કિલો ગાંજો જેની કિંમત 30,58,000 થાય છે, તે કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: CMA ફાઇનલનું પરિણામ જાહેર: ટોપ 50માં અમદાવાદના બે વિધાર્થીઓએ બાજી મારી

સુરતના અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતો અને ઓરિસ્સાના ગજામ જિલ્લાનો વતની મુન્ના પાડી અને તેનો મિત્ર દીપક ઉર્ફે આલોક પાડી કે જે લાંબા સમયથી આ વિસ્તારમાં નશાનો કારોબાર કરતા હોવાની વિગતો પોલીસને મળી હતી. આરોપીઓ ટ્રેન મારફતે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો મંગાવી ઝૂંપડામાં સંતાળીને રાખ્યો હતો. જેની વિગતો મળતાં સુરતની કતારગામ પોલીસ એક્શનમાં આવી હતી. બાતમીના આધારે દરોડા પાડતા પોલીસને ગાજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જોકે, પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી કોણે મોકલ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Published by: Azhar Patangwala
First published: September 28, 2022, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading