સુરત: રત્નકલાકારે Youtube પર શીખી લૂંટ, જ્વેલર્સને ત્યાં કર્યું 'પ્રેક્ટિકલ'


Updated: August 5, 2022, 1:20 PM IST
સુરત: રત્નકલાકારે Youtube પર શીખી લૂંટ, જ્વેલર્સને ત્યાં કર્યું 'પ્રેક્ટિકલ'
લૂંટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ સમગ્ર ઘટના જવેલર્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્વેલર્સના માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ

  • Share this:
સુરત: કતારગામ વિસ્તારમાં એક રત્નકલાકારને દેવું થઈ ગયું હોવાના કારણે રત્નકલાકારે યુ-ટ્યુબ પર વીડિયો (youtube video) જોઈને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એક જ્વેલર્સમાં જઇને જ્વેલર્સના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી 5 ચેનની ચોરી (jewellery loot) કરી રત્નકલાકાર ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે CCTV ફૂટેજ (cctv footage)ના આધારે રત્નકલાકારને ઝડપી પાડ્યો છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આંબાતલાવડી નજીક મારુતિ નંદન સોસાયટીમાં એક જ્વેલર્સની દુકાનમાં હિતેશ વસાણી નામનો એક રત્નકલાકાર ગુરૂવારના રોજ સવારના સમયે ગ્રાહક બનીને ગયો હતો.  હિતેશ વસાણીએ જ્વેલર્સના માલિકને સોનાની ચેન બતાવવાનું કહ્યું હતું. તેથી જ્વેલર્સના માલિકે 5 જેટલી ચેન બતાવી હતી. જોકે હિતેશ વસાણીના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું અને તેને સોનાની ચેન જોતા જોતા એકાએક જ પોતાની પાસે રહેલ એક બેગમાંથી મરચાની ભૂકી કાઢી હતી અને જ્વેલર્સના માલિકની આંખમાં છાંટી દીધી હતી. ત્યારબાદ મોકો જોઈને સોનાની 5 ચેન લઈને હિતેશ વસાણી ફરાર થઈ ગયો હતો. જોકે, જ્વેલર્સનો માલિક હિતેશને પકડવા માટે તેની પાછળ દોડ્યો હતો પરંતુ હિતેશ હાથ લાગ્યો ન હતો.આ પણ વાંચો: Honeytrap in Ahmedabad: 'પતિ બહાર છે તું આવી જા,' પરિણીતાએ શારીરિક સંબંધ બનાવી, અમદાવાદના યુવક પાસેથી ખંખેર્યા લાખો રુપિયા

આ સમગ્ર ઘટના જવેલર્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બીજી તરફ જ્વેલર્સના માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ CCTV ફૂટેજના આધારે હિતેશના ભાઈ સુધી પહોંચી હતી અને ત્યારબાદ હિતેશ વસાણીની ધરપકડ કરવામાં આવી હતી.આ પણ વાંચો: રાજકોટ: નશામાં ધૂત મકાન માલિકે 2 વર્ષના બાળકને પીવડાવ્યો દારૂ, બાળક થયો બેભાન

હિતેશ વસાણીએ 3.77 લાખની સોનાની 5 ચેનની ચોરી કરી હતી પરંતુ જ્યારે તે પકડાયો ત્યારે તેની પાસેથી 3 ચેન પોલીસને મળી આવી હતી. તેથી પોલીસે 2.37 લાખની 3 ચેન અને હિતેશની બાઈક સહિતનું મુદ્દામાલ જપ્ત કરી હિતેશ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં હિતેશે જણાવ્યું હતું કે, તેના પર 5 લાખનું દેવું થઈ ગયું હોવાના કારણે આ દેવું ચૂકવવા માટે તેને યુટ્યુબ પર એક વીડિયો જોઈને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તે જ્વેલર્સમાં લૂંટ કરવાના ઇરાદે ગયો હતો અને ત્યાંથી 5 ચેન લઈને ભાગી ગયો હતો.
Published by: Azhar Patangwala
First published: August 5, 2022, 1:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading