સુરત: બંગલામાં ચોરી કરવા આવેલો ચોર ત્રીજા માળેથી પટકાતાં મોત


Updated: August 8, 2022, 6:56 PM IST
સુરત: બંગલામાં ચોરી કરવા આવેલો ચોર ત્રીજા માળેથી પટકાતાં મોત
આ વ્યક્તિ ચોરી કરવા આવ્યો હોય અને પડી જતાં મોત નિપજ્યું

શહેરના અમરોલી (amroli) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  આજે સવારે કાપોદ્રા વિસ્તારના આવેલા એક બંગલામાંથી એક વ્યક્તિનો મૃતદેહ (death body) મળી આવ્યો છે.

  • Share this:
સુરત: શહેરના અમરોલી (amroli) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  આજે સવારે કાપોદ્રા વિસ્તારના આવેલા એક બંગલામાંથી એક વ્યક્તિનું મૃતદેહ (death body) મળી આવ્યો છે. મૃતક અનેક ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.  બંગલાના માલિકે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.  પ્રાથમિક તપાસમાં મૃતક વ્યક્તિ 11 જેટલી ચોરીમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વ્યક્તિ ચોરી કરવા આવ્યો હોય અને પડી જતાં મોત નિપજ્યું હોવાનું તર્ક વ્યક્ત કરાઇ રહ્યું છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મમતા પાર્કમાં આવેલા ઘર નંબર 114ના પાછળના ભાગે એક વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે બંગલા માલિકે પોલીસને જાણ કરી હતી.  જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.  પોલીસ તપાસમાં  આ મૃતક વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ અમરોલી વિસ્તારમાં રહેતો અજય ઉર્ફે ગોરા વસાવા હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: મહેસાણામાં શાળાએ જતા વિદ્યાર્થી પર ગાયનો હુમલો, લોકોએ માંડ માંડ વિદ્યાર્થીને બચાવ્યો

આ વ્યક્તિ ચોરી કરવા માટે જાણીતો છે. ભૂતકાળમાં 11 જેટલા ચોરી કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. જેમાં નવ ચોરી અમરોલીમાં, એક કોસંબામાં અને એક રાજપીપળામાં કરી હતી. આજથી છ આઠ મહિના પહેલા અમરોલી વિસ્તારમાં એક હીરા દલાલના ઘરમાંથી ચોરી કર્યા બાદ હીરા દલાલના ઘરમાંથી મળેલી બેગ તેણે તાપી નદીમાં ફેંકી દીધી હતી.જોકે, તેમાં 16 લાખના હીરા હોવાનું આ વ્યક્તિને ખબર નહતી.

આ પણ વાંચો:Botad: સીઆર પાટીલની નારાજગી વચ્ચે કેમિકલ કાંડ બાદ બોટાદ જિલ્લા ભાજપમાં નવાજૂનીના એંધાણ

હાલ આ ઘટના અંગે પોલીસે તપાસ કરતાં આ વ્યક્તિ ચોરી કરવા માટે મમતાપાર્કમાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વ્યક્તિ જેમ તેમ કરી બંગલાના ત્રીજા માળ સુધી પહોંચી ગયો હતો પણ અચાનક તેનો હાથ છટકી જતા તે ઉપરથી નીચે ફટકાયો હતો અને તેને લઈને તેનું મોત થયું હોય એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.પોલીસે આ યુવકનો મૃતદેહ કબજે કરી તેને પીએમ માટે મોકલી આપ્યો છે. આમ ચોરી કરવા ગયેલા તસ્કરનું પટકાતા મોતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Published by: Azhar Patangwala
First published: August 8, 2022, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading