3 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે Realmeનો 8GB RAM અને 120Hzની ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન


Updated: August 4, 2021, 7:49 PM IST
3 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે Realmeનો 8GB RAM અને 120Hzની ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન
Realme 7 Pro પર સૌથી મોટી ઓફર ચાલી રહી છે.

રિયલમી(Realme) પોતાના પોપ્યુલર સ્માર્ટફોન્સ પર પ્રીપેઇડ ઓફર હેઠળ મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકો રિયલમી 7 પ્રો (Realme 7 Pro) પર સારી ઓફર મેળવી શકે છે. રિયલમી.કોમ દ્વારા મળેલી જાણકારી અનુસાર આ ફોન પર પ્રીપેઇડ ઓફર અંતર્ગત 3000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

  • Share this:
નવી દિલ્લી:  રિયલમી(Realme) પોતાના પોપ્યુલર સ્માર્ટફોન્સ પર પ્રીપેઇડ ઓફર હેઠળ મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકો રિયલમી 7 પ્રો (Realme 7 Pro) પર સારી ઓફર મેળવી શકે છે. રિયલમી.કોમ દ્વારા મળેલી જાણકારી અનુસાર આ ફોન પર પ્રીપેઇડ ઓફર અંતર્ગત 3000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટ તેના 8GB+128GB વેરિએન્ટ પર મળશે. આ ઓફરનો લાભ લેવાનો આજે (4 ઓગસ્ટ) છેલ્લો દિવસ છે. આ વેરિએન્ટ (8GB+128GB)ની મૂળ કિંમત 21,999 રૂપિયા છે. ગ્રાહકો આ ફોનના મિરર સિલ્વર, સનકિસ્ડ લેધર અને મિરર બ્લૂ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. આ ફોનની સૌથી ખાસ વાત તેની 8GB રેમ અને 120Hz રિફ્રેશ રેટ છે.

રિયલમી 7 પ્રોમાં 6.4 ઇંચની ફુલ એચડી+ Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1080*2400 પિક્સલ રીઝોલ્યૂશન સાથે આવે છે. ડિસ્પ્લેમાં અસ્પેક્ટ રેશિયો 20:9 અને 180 Hzનું ટચ સેંપલિંગ રેટ અપાયું છે. ફોનમાં 8જીબી સુધીની રેમ અને 128 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. પ્રોસેસર તરીકે સ્નેપડ્રેગન 720G SoC ચિપસેટ મળે છે.

रियलमी.कॉम पर ऑफर मिल रहा है.

ફોનમાં 64 મેગાપિક્સલનો રિયર કેમેરા

કેમેરામાં આ ફોનમાં LED ફ્લેશની સાથે ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 6 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર અને એક 2 મેગાપિક્સલના 2 મેક્રો લેન્સ આપવામાં આવ્યા છે. ફોનના ફ્રન્ટમાં ગ્રાહકોને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

પાવર માટે આ સ્માર્ટફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 65Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટીવિટી માટે આ ફોનમાં 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 ac, બ્લૂટૂથ 5.1, જીપીએસ-એ-જીપીએસ, NavIC યૂએસબી ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યો છે.
Published by: kuldipsinh barot
First published: August 4, 2021, 7:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading