Airtelનો જોરદાર રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયામાં મળશે 1 GB ડેટા, ફ્રી કોલિંગ પણ

News18 Gujarati
Updated: August 29, 2021, 1:00 PM IST
Airtelનો જોરદાર રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયામાં મળશે 1 GB ડેટા, ફ્રી કોલિંગ પણ
પ્રતિકાત્મક તસવીર

Airtel Best Recharge Plan: એરટેલના આ પ્રીપેડ પ્લાનમાં અધધ ડેટા, ફ્રી કોલિંગની સાથે Disney Hotstarનું ફ્રી સબ્સક્રીપ્શનનો પણ લાભ ઉઠાવો

  • Share this:
Tech News: ટેલિકોમ કંપની એરટેલ (Airtel) ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓછામાં ઓછી કિંમતમાં બેસ્ટ ઓફર્સ (Airtel Best Offers) લઈને આવતી રહે છે. આજે અમે આપને એરટેલના આવા જ એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેમાં રોજ આપને 5 રૂપિયામાં 1 GB ડેટા મળશે. અહીં અમે આપને એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેમાં આપને 5 રૂપિયામાં 1 GB ડેટાની સાથોસાથ ડિઝની પ્લસ હોટસ્ટારનું (Disney Plus Hotstar) પણ ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. આ પ્લાન તેમના માટે શ્રેષ્ઠ સાબિત થશે જેઓ પહેલાથી Airtelના કસ્ટમર છે અને વધુ ડેટા પ્લાનની શોધમાં છે.

જાણો કેવી રીતે મળશે એક રૂપિયામાં 5 GBનો ડેટા- એરટેલના 448 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં આપને એક રૂપિયામાં 5 GB ડેટા મળશે. આવું એવી રીતે કે આ પ્લાનમાં એટલા બેનિફિટ્સ મળી રહ્યા છે જે આપના ડેટા કોસ્ટને ઓછો કરી દેશે.

આ પ્લાનમાં આપને ડિઝની પ્લસ હોટસ્ટારનું (Disney Plus Hotstar) એક વર્ષનું સબ્સક્રિપ્શન મળશે. જો આ સબ્સક્રિપ્શનને તમે અલગથી ખરીદો છો તો આપને 399 રૂપિયા આપવા પડશે.

આ ઉપરાંત રોજના 100 મફત SMS મળશે. આ પ્લાનની સાથે દેશભરમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે 28 દિવસની વેલિડિટીની સાથે આપને દરરોજ 3 GB ડેટા મળશે.

આ પણ વાંચો, Motorolaએ 108MP કેમેરાવાળા બે સ્માર્ટફોન કર્યા લોન્ચ, અહીં જાણો કિંમત અને ખાસ ફીચર્સ

એટલે કે આપને મહિનામાં 28 દિવસની વેલિડિટીની સાથે 85 GB ડેટા મળશે. આ હિસાબથી જોવા જઈએ તો 1 GB ડેટા આપને 5.30 રૂપિયામાં મળશે. આ પ્લાનમાં ફ્રી મૂવી, વેબ-સીરીઝની સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર VIPનું ફ્રી એક્સેસ મળશે.આ પણ વાંચો, Jio, Airtel અને Vi બેસ્ટ પ્લાન! એક વાર Recharge કરીને આખું વર્ષ કરો ફ્રી કોલિંગ, ડેટા પણ અધધ મળશે

Airtelનો 1498 રૂપિયાના પ્લાનના ફાયદા

આ ઉપરાંત, Airtelના 1498 રૂપિયાવાળા પ્લાનમાં 24 GB ડેટા મળે છે. તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જો મંથલી રિચાર્જ તરીકે જોઈએ તો એક રીતે આપને દર મહિને 124 રૂપિયાનો ખર્ચ આવશે. હાઇ સ્પીડ ડેટા ખતમ થયા બાદ મોબાઇલ ડેટા 64kbps સ્પીડથી ચાલે છે. એરટેલના આ પ્લાનમાં અનલિમિટેડ વોઇઝ કોલિંગ મળે છે. સાથોસાથ 3600 SMS મળશે. આ પ્લાનમાં એક્સસ્ટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલો ટ્યૂન, અનલિમિટેડ ડાઉનલોડની સાથે વિંક મ્યૂઝિક સબ્સક્રિપ્શન મળશે.
Published by: Mrunal Bhojak
First published: August 29, 2021, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading