BSNL prepaid plans: BSNLના ધમાકેદાર પ્લાન, 1,499 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી અને ફ્રી વૉઇસ કૉલિંગ

News18 Gujarati
Updated: December 9, 2021, 7:16 AM IST
BSNL prepaid plans: BSNLના ધમાકેદાર પ્લાન, 1,499 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી અને ફ્રી વૉઇસ કૉલિંગ
બીએસએનએલ પ્રિપેડ પ્લાન

BSNL long validity plans: પ્લાન મોંઘા બનતા પ્રીપેડ ગ્રાહકોએ હવે પહેલા કરતા 20થી 30 ટકા વધારે કિંમત ચૂકવવી પડી રહી છે. એવામાં જો તમે 1 વર્ષના પ્લાનની પસંદગી કરો છો તો તમને થોડી રાહત મળી શકે છે.

  • Share this:
મુંબઈ: તાજેતરમાં જ મોબાઇલ કંપનીઓ (Telecom companies)એ તેમના પ્રિપેડ રિચાર્જ પ્લાન (Prepaid recharge plans)ની કિંમત વધારી છે. હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે પોસ્ટપેડ ગ્રાહકો (Postpaid customers)ને પણ બહુ ઝડપથી ટેલીકોમ કંપનીઓ ઝટકો આપશે. પ્લાન મોંઘા બનતા પ્રીપેડ ગ્રાહકોએ હવે પહેલા કરતા 20થી 30 ટકા વધારે કિંમત ચૂકવવી પડી રહી છે. એવામાં જો તમે 1 વર્ષના પ્લાનની પસંદગી કરો છો તો તમને થોડી રાહત મળી શકે છે. જોકે, આ માટે તમારે એક સાથે મોટી રકમ ચૂકવવી પડશે. આજે અમે તમને સરકાર હસ્તકની BSNL (Bharat Sanchar Nigam Limited) કંપનીની લૉંગ વેલિટિડી સાથેના પ્લાન (BSNL Long validity plans) અંગે જણાવી રહ્યા છીએ.

કોના માટે ફાયદાકારક છે આ પ્લાન્સ?

જો તમે મહિને 300-400 રૂપિયાનો રિચાર્જ પ્લાન પસંદ કરો છો તો પણ વર્ષે તમારે 4000 જેટલી કિંમત ચૂકવવી પડે છે. જો તમારી પ્રાથમિકતા ઇન્ટરનેટ ન હોય અને તમે વોઇસ કોલિંગ માટે લાંબી મુદ્દતના પ્લાનની શોધખોળ કરી રહ્યા છો તો તમારા માટે BSNL કંપની ખૂબ જ સારા પ્લાન્સ લઈને આવી છે.

1,499 રૂપિાયનો પ્લાન

1,499 રૂપિયામાં BSNLનો એક પ્લાન છે, જેમાં તમને 365 દિવસની મુદ્દત મળશે. આ પ્લાનમાં તમને કુલ 24 જીબી ડેટા મેળશે. આ પ્લાનમાં તમને ફ્રી વૉઇસ કૉલિંગ મળશે, તેમજ દરરોજ 100 ફ્રી એસએમએસ પણ મળશે.

1,999 રૂપિયાનો પ્લાનબીએસએનએલનો અન્ય એક પ્લાન છે જેની કિંમત 1,999 રૂપિયા છે. આ પ્લાનમાં તમને વાર્ષિક 500GB ડેટા મેળશે. જો તમે 500GB ડેટાનો વપરાશ કરી નાંખો છો તો તમને 100GB વધારાનો ડેટા મળશે. જોકે, આ માટે સ્પીડ ઘટાડીને 80 Kbps કરી દેવામાં આવશે. આ પ્લાનમાં તમને કોઈ જ મર્યાદા વગર કોઈ પણ નેટવર્કમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળશે. આ ઉપરાંત તમે PRBTમાં તમારા મનપસંદ અને ઇચ્છો એ ગીત રાખી શકો છો. આ પ્લાન સાથે તમને 365 દિવસ સુધી Eros Now entertainment સેવા પણ ફ્રીમાં મળશે.

2,399 રૂપિયાનો પ્લાન

2,399 રૂપિયાના પ્લાનમાં તમને 365ને બદલે 425 દિવસની વેલિડિટી મળશે. 31મી ડિસેમ્બર, 2021 સુધી આ પ્રમોશનલ ઑફરનો લાભ ઉઠાવી શકાય છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટા મળે છે. જોકે, દરરોજ 3GB વપરાશ બાદ ડેટાની સ્પીડ ઘટાડીને 80 Kbps કરી દેવામાં આવશે. આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS મળે છે. અનલિમિટેડ વૉઇસ કૉલ તેમજ બીએસએનએલ ટ્યૂનનો લાભ ઉઠાવી શકાય છે. આ પ્લાનમાં તમને 425 દિવસ સુધી Eros Now entertainment સેવા પણ મળશે.

આ પણ વાંચો: Airtel અને વોડાફોન-આઈડિયાના પ્લાન થઈ શકે છે મોંઘા, હવે આ ગ્રાહકોને લાગી શકે છે ઝટકો

1,498 રૂપિયાનો ડેટા વાઉચર પ્લાન

બીએસએનએલમાં તમને 1498 રૂપિયામાં વાર્ષિક ડેટા વાઉચર પ્લાન પણ મળે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટા મળે છે. જેમાં દરરોજ 2GB ડેટા વપરાશ બાદ સ્પીડને ઘટાડીને 40 Kbps કરી દેવામાં આવશે. જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમના માટે આ એક ખૂબ જ સારો પ્લાન છે.
Published by: Vinod Zankhaliya
First published: December 8, 2021, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading