Budget Laptop : વિદ્યાર્થીઓ માટે રૂ. 30,000 સુધીના બેસ્ટ લેપટોપ, અહીં જુઓ વિગત


Updated: July 1, 2022, 3:18 PM IST
Budget Laptop : વિદ્યાર્થીઓ માટે રૂ. 30,000 સુધીના બેસ્ટ લેપટોપ, અહીં જુઓ વિગત
વિદ્યાર્થીઓ માટે 30 હજારની અંદરના લેપટોપ

જો તમે વિદ્યાર્થી છો અને લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે મોટી રકમ ખર્ચવાની અને પ્રીમિયમ લેપટોપ ખરીદવાની જરૂર નથી. તમારા ઓછા બજેટમાં યોગ્ય પ્રોસેસર અને પર્યાપ્ત સ્ટોરેજ સાથેનું સારું એવું લેપટોપ પણ મળી જાય છે.

  • Share this:
વર્ષોથી શિક્ષણમાં ઘણો બદલાવ આવ્યો છે અને તે હવે પુસ્તકો અને વર્ગખંડના શિક્ષણ પૂરતું મર્યાદિત નથી. ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે અને આ માટે વિદ્યાર્થીઓ પાસે લેપટોપ હોવું પણ મહત્વપૂર્ણ બની ગયું છે.

જો તમે વિદ્યાર્થી છો અને લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે મોટી રકમ ખર્ચવાની અને પ્રીમિયમ લેપટોપ ખરીદવાની જરૂર નથી. તમારા ઓછા બજેટમાં યોગ્ય પ્રોસેસર અને પર્યાપ્ત સ્ટોરેજ સાથેનું સારું એવું લેપટોપ પણ મળી જાય છે.

લેપટોપ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે જેમાં પ્રોસેસર, ડિસ્પ્લે, સ્ટોરેજ અને ટકાઉ મટેરીઅલ શામેલ છે.

આ પણ વાંચો -TVS એ લોન્ચ કરી બેસ્ટ માઈલેજવાળી બાઈક, જાણો કિંમત અને ફિચર્સ

Asus VivoBook 15 - એ બેઝિક લેપટોપ શોધી રહેલા વિદ્યાર્થીઓ માટે સારો વિકલ્પ છે. તેમાં 15.6-ઇંચની એચડી એન્ટિ-ગ્લેયર LCD ડિસ્પ્લે છે અને તે Windows 11 હોમ પર ચાલે છે. તેમાં 4GB રેમ અને 256GB SSD સાથે ડ્યુઅલ કોર Intel Celeron N4020 પ્રોસેસર છે. આ લેપટોપ Intel HD ઈન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ સાથે આવે છે.

આ લેપટોપ 1.99 સેમી જાડાઈ અને 1.8 કિલો વજન ધરાવે છે. જ્યારે તેને સાથે લઈ જવાનું સરળ છે. તે કસ્ટમાઇઝ પણ છે, જે તમને RAMને 8GB સુધી એક્સપેન્ડ કરવાની મંજૂરી અને HDD માટે SATA સ્લોટ આપે છે.HP NB 255 G8 -  લેપટોપ વિધાર્થીઓ માટે બીજો સારો વિકલ્પ છે. તે વિન્ડોઝ 11 પર ચાલે છે અને 15.6-ઇંચ એચડી એન્ટિ-ગ્લેર WLED ડિસ્પ્લે સાથે આવે છે. તે 8GB DDR4 રેમ અને 1TB SATA HDD સાથે AMD Ryzen 3 3250U પ્રોસેસર દ્વારા સંચાલિત છે. જેમાં તમે સ્ટોરેજની ચિંતા કર્યા વિના ઘણી બધી ફાઇલ સ્ટોર કરી શકો છો. આ લેપટોપનું વજન 1.74 કિગ્રા છે, જેનાથી તમે તેને વધારે મહેનત કર્યા વગર લઈ જઈ શકો છો.

HP 64Q84PA - લેપટોપ વિદ્યાર્થીઓ માટે પોકેટ ફ્રેન્ડલી લેપટોપ છે, જે યોગ્ય પરફોર્મન્સ અને લોન્ગ લાઈફ બેટરી પ્રદાન કરે છે. તેમાં 15.6-ઇંચની એચડી એન્ટિ-ગ્લેયર એલસીડી ડિસ્પ્લે છે અને તે વિન્ડોઝ 11 હોમ આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે. તે AMD Ryzen 3 ડ્યુઅલ કોર પ્રોસેસર સાથે 8GB RAM અને 1TB HDD સાથે સજ્જ છે, જેનાથી તમે ઘણી બધી ફાઇલ્સ સ્ટોર કરી શકો છો.આ લેપટોપ એક જ વખત ચાર્જ કરવા પર 6 કલાક સુધીની બેટરી લાઇફ ઓફર કરે છે, જેનો અર્થ છે કે તમે પાવર સમાપ્ત થવાની ચિંતા કર્યા વિના દિવસભર આરામથી વાપરી શકો છો.

Lenovo Ideapad 1 - વિન્ડોઝ 11 હોમ પર ચાલે છે અને ઓફિસ 2021 સાથે આવે છે. તેમાં 11.6-ઇંચની HD એન્ટિ-ગ્લેર LCD ડિસ્પ્લે છે. ઉપકરણ 4GB RAM અને 256GB SSD સાથે Intel Celeron N4020 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે 3-મહિનાના મફત Xbox ગેમપાસ અલ્ટીમેટ સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે.

આ લેપટોપ આકર્ષક અને હળવા વજનની ડિઝાઇન ધરાવે છે. તે 17.7mm જાડાઈ અને વજન માત્ર 1.2kg છે.આ વિદ્યાર્થીઓ માટે પોકેટ ફ્રેન્ડલી અને બજેટમાં સમાઈ જાય તેવું છે.

પોકેટ ફ્રેંડલી લેપટોપ શોધી રહેલા વિદ્યાર્થીઓ માટે Infinix INBook X1 સારો વિકલ્પ છે. તે વિન્ડોઝ 11 હોમ આઉટ ઓફ બોક્સ પર ચાલે છે અને તેમાં 14-ઇંચની ફુલ HD IPS ડિસ્પ્લે છે. તે 8GB RAM અને 256GB SSD સાથે 10મી જનરેશન ઇન્ટેલ કોર i3 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે માત્ર 16.3mm જાડું છે અને તેનું વજન 1.48 કિલો છે. લેપટોપ 65W ફાસ્ટ ચાર્જર સાથે આવે છે, જે લેપટોપને 55 મિનિટમાં 0થી 70% સુધી ચાર્જ કરે છે.
Published by: Bhavyata Gadkari
First published: July 1, 2022, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading