હ્યુન્ડાઇ i20 N Line થઈ લોન્ચ, અહીં જાણો કિંમત અને ફીચર્સ સહિતની ડિટેઇલ્સ


Updated: September 4, 2021, 1:33 PM IST
હ્યુન્ડાઇ i20 N Line થઈ લોન્ચ, અહીં જાણો કિંમત અને ફીચર્સ સહિતની ડિટેઇલ્સ
હ્યુન્ડાઇ i20 N Line

Hyundai i20 N Lineમાં ગ્રાહકને વન્ડર વોરંટી વિકલ્પ આપવામાં આવશે. (Hyundai i 20 Car Price) જેમાં 5 વર્ષ/40000 કિમી કે 4 વર્ષ/50 000 કિમી કે 3 વર્ષ/100 000 કિમી, 3 વર્ષ – રોડ સાઈડ અસિસ્ટન્સ મફત અને 3 વર્ષ - બ્લુ લિંક સબસ્ક્રીપશન મળશે.

  • Share this:
હ્યુન્ડાઇ દ્વારા i20 N Line પરફોર્મન્સ હેંચબેક કાર લોન્ચ કરવામાં આવી છે. જેની પ્રારંભિક કિંમત રૂ. 9,84,100 (ex-showroom) છે. આ કાર N6 અને N8 જેવા વિકલ્પો સાથે મળશે. આ મોડેલમાં 1.0 ટર્બો GDi પેટ્રોલ એન્જીન મળશે. i20 N Lineમાં 27 નવા ફીચર છે.

હ્યુન્ડાઇ i20 N Lineની કિંમત (Ex-showroom)

હ્યુન્ડાઇ i20 N Line N6 (iMT) - રૂ. 9,84,100

હ્યુન્ડાઇ i20 N Line N8 (iMT) - રૂ. 10,87,100

હ્યુન્ડાઇ i20 N Line N8 (DCT) - રૂ. 11,75,500

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના એમડી એન્ડ સીઇઓ એસ એસ કિમે i20 N Lineના લોન્ચિંગ બાબતે કહ્યું હતું કે, ભારતભરના અમારા ગ્રાહકો માટે સ્પોર્ટી અને ફન ડ્રાઇવિંગ એક્સપેરિયન્સને સુલભ બનાવવા અમે આકર્ષક કિંમતે i20 N Line લોન્ચ કરી છે. ભારતના અગ્રણી સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે i20 N Line ટેકનોલોજી, આકર્ષક ઇન્ટિરિયલ અને પરફોર્મન્સ આપે છે.આ પણ વાંચો- 50 mp કેમેરા વાળો Redmi 10 Prime લોન્ચ, જાણો તેનો ભાવ અને સ્પેસિફિકેશન

i20 N Line મોટરપોર્ટથી ઈન્સપાયર થયેલા ઇન્ટિરિયર અને એક્સ્ટીરિયલ સાથે આવે છે. જે સ્ટાન્ડર્ડ i20 કરતા અલગ છે. i20 N Lineની આગળની તરફ એકદમ નવી ગ્રીલ છે. જેના પર એન લાઇન લોગો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેમાં લાલ પટ્ટી સાથે ટોન બમ્પર છે. i20 N Line કાર ગ્રાહકોને દેશમાં રહેલી 188 ડીલરશીપમાંથી મળશે. આ ઉપરાંત i20 N Lineના ગ્રાહકોને સર્વિસ સહિતની બાબતો માટે પર્સનલ મોબાઈલિટી એડવાઈઝરની સુવિધા પણ આપવામાં આવશે.

આ પણ વાંચો-ભારતમાં લોન્ચ થઈ Tataની પાવરફુલ ઇલેક્ટ્રિક કાર Tigor EV, સિંગલ ચાર્જમાં ચાલશે 306 km

વોરંટી કેટલી મળશે?

i20 N Lineમાં ગ્રાહકને વન્ડર વોરંટી વિકલ્પ આપવામાં આવશે. જેમાં 5 વર્ષ/40000 કિમી કે 4 વર્ષ/50 000 કિમી કે 3 વર્ષ/100 000 કિમી, 3 વર્ષ – રોડ સાઈડ અસિસ્ટન્સ મફત અને 3 વર્ષ - બ્લુ લિંક સબસ્ક્રીપશન મળશે. આ ઉપરાંત કંપની દ્વારા બ્લુલિંક OTAના માધ્યમથી 8 વર્ષ સુધી 16 મેપ અપડેટ વિનામૂલ્યે આપશે. i20 N Lineમાં વધુ સગવડ માટે 31 હ્યુન્ડાઇ જેન્યુન એસેસરીઝ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો-Samsung Galaxy Z Fold 3: જાણો ફોનનાં ફિચર્સ, ટેક્નોલોજી અને ફોન વિશે બધુ જ

i20 N Lineમાં કંપની દ્વારા થન્ડર બ્લુ, ફૈરી રેડ, ટાઈટન ગ્રે અને પોલર વાઇટ જેવા 4 મોનો ટોન કલરના વિકલ્પ અપાઈ રહ્યા છે. આ ઉપરાંત થન્ડર બ્લુ સાથે પાઈથન બ્લેક રૂફ તથા ફૈરી રેડ સાથે પાઈથન બ્લેક રૂફ જેવા ડ્યુલ ટોન કલરનો વિકલ્પ પણ મળશે.
Published by: Margi Pandya
First published: September 4, 2021, 1:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading