No Safety: ભારતીય બનાવટની Suzuki Swift લેટિન ક્રેશ ટેસ્ટમાં ફેઇલ, મળ્યા ZERO સ્ટાર્સ


Updated: August 30, 2021, 3:23 PM IST
No Safety: ભારતીય બનાવટની Suzuki Swift લેટિન ક્રેશ ટેસ્ટમાં ફેઇલ, મળ્યા ZERO સ્ટાર્સ
સુઝુકી ક્રેશ ટેસ્ટ

Swift Crash Test: આ ટેસ્ટમાં સ્વિફ્ટની સુરક્ષા તપાસવા અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. જેમાં ફ્રન્ટલ ઈમ્પેક્ટ અને સાઇડ ઈમ્પેક્ટ, વ્હિપ્લશ અને પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન ટેસ્ટનો સમાવેશ થાય છે.

  • Share this:
Suzuki Swift Crash Test: વિશ્વમાં કારના માર્કેટનો (World Car Market) વ્યાપ સતત વધી રહ્યો છે. નવા-નવા ગ્રાહકોની એન્ટ્રીના કારણે કંપનીઓ અલગ અલગ મોડેલ બહાર પાડે છે. આવા મોડલ આકર્ષક તો હોય છે, પરંતુ સુરક્ષા પ્રત્યે હંમેશા પ્રશ્નો ઉઠતા આવ્યા છે. ત્યારે લેટિન-અમેરિકા અને કેરેબિયન માટેનાં ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ લેટિન NCAP દ્વારા તાજેતરમાં થયેલા ક્રેશ ટેસ્ટના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારત અને જાપાનમાં બનેલી સુઝુકી સ્વીફ્ટને (Suzuki Swift)  ઝીરો સ્ટાર (બે એરબેગના સ્ટાન્ડર્ડમાં) મળ્યા છે! સુઝુકી સ્વીફ્ટને એડલ્ટ રેસિડનેર બોક્સમાં 15.53 ટકા, ચાઇલ્ડ રેસિડનેજર બોક્સમાં 0 ટકા, પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન અને ઇન્ડિપેન્ડરી રોડ યુઝર્સ બોક્સમાં 66.07 ટકા અને સેફ્ટી આસિસ્ટ  (Suzuki Swift Fail in Crash Test ) બોક્સમાં 6.98 ટકા રેટિંગ મળ્યું છે.

આ પણ વાંચો-Samsung Galaxy Z Fold 3: જાણો ફોનનાં ફિચર્સ, ટેક્નોલોજી અને ફોન વિશે બધુ જ

આ ટેસ્ટમાં સ્વિફ્ટની સુરક્ષા તપાસવા અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. જેમાં ફ્રન્ટલ ઈમ્પેક્ટ અને સાઇડ ઈમ્પેક્ટ, વ્હિપ્લશ અને પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન ટેસ્ટનો સમાવેશ થાય છે.

ખરાબ રેટિંગ પાછળના કારણો- ટેસ્ટ દરમિયાન નબળી સાઇડ ઇમ્પેક્ટ પ્રોટેક્શન અને ખુલ્લા દરવાજા, યુએન32 રિયર ઇમ્પેક્ટ ટેસ્ટનો અભાવ, જેના કારણે નબળો વ્હિપ્લશ સ્કોર, સ્ટાન્ડર્ડ સાઇડ હેડ પ્રોટેક્શન એરબેગ્સ તેમજ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઇએસસી)નો અભાવ જેવી બાબતો ધ્યાને લેવાઈ હતી. આ ઉપરાંત ટેસ્ટ માટે ચાઇલ્ડ રિપેક્ટ સિસ્ટમ્સ (CRS)નું સૂચન ન કરવાના સુઝુકીના નિર્ણય પણ ટેસ્ટમાં ખરાબ રેટિંગ પાછળ જવાબદાર ગણી શકાય. આ કારમાં રાહદારીની સુરક્ષા માટેનું પરફોર્મન્સ લેવલ યોગ્ય હતું. પરંતુ ડોર ઓપનિંગ બાબતે કાર UN95ના ધારાધોરણમાં પાસ થઈ નથી.

આ પણ વાંચો-14 સપ્ટેમ્બરે એપલ લોન્ચ કરી શકે છે iPhone 13 સિરીઝ, જાણો ક્યારે કરી શકાશે પ્રી-બુકિંગ

યુરોપમાં સ્વિફ્ટ 6 એરબેગ્સ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ESC) સાથે વેચાય છે. જોકે, લેટિન અમેરિકામાં મળતા મોડેલમાં સાઈડ બોડી, હેડ એરબેગ અને ESC સાથે નથી મળતી. સ્વિફ્ટના લેટિન અમેરિકાના વર્ઝનમાં આગળના મધ્ય ભાગની બેઠકમાં લેપ બેલ્ટ આપવામાં આવે છે. જેનો યુઝ જોખમી માનવામાં આવે છે. તો ભારતમાં સ્વિફ્ટ ડ્યુઅલ એરબેગ્સ અને ABS સાથે આવે છે.આ પણ વાંચો-SpO2 મોનિટર સાથે Mi Band 6 અને Mi Tv 5X ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

સાઈડ ઈમ્પૅક્ટમાં નબળું પ્રોટેક્શન અને ટેસ્ટ દરમિયાન ખુલ્લા ડોર તથા નીચા વ્હિપ્લશ સ્કોર જેવા તારણો પરથી ઝીરો સ્કોર મળ્યો છે. સ્ટાન્ડર્ડ સાઇડ હેડ પ્રોટેક્શન એરબેગ્સનો અભાવ, સ્ટાન્ડર્ડ ESCનો અભાવ અને સુઝુકીનો ટેસ્ટ માટે CRSની ભલામણ ન કરવાનો નિર્ણય સહિતની બાબતોની અસર પણ રેટિંગ પર થઈ છે. આ મોડેલ ડોર ખોલવાને કારણે UN95ના ધારાધોરણમાંથી પસાર થશે નહીં.

આ પણ વાંચો-આ સ્માર્ટફોન્સમાં મળશે શાનદાર બેટરી પાવર, કિંમત પણ છે 15 હજાર રૂપિયાથી ઓછી

આ બાબતે લેટિન NCAPના સેક્રેટરી જનરલ એલેઝાન્ડ્રો ફુરસે કહ્યું હતું કે, રેનો અને સુઝુકી દ્વારા લેટિન અમેરિકન ગ્રાહકોને આપવામાં આવતા આવા નબળા સલામતી પર્ફોર્મન્સ નિરાશાજનક છે. લેટિન NCAP રેનો અને સુઝુકીને આ મોડેલોની સ્ટાન્ડર્ડ સેફ્ટીમાં સુધારો કરવા માટે સૂચન કરે છે.

ઉલ્લેખનીય છે કે, યુરોપ જેવા બજારોમાં રેનો/ડેસિયા અને સુઝુકીની જે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ મળે છે, તે જ સેફટી ફીચર્સ મેળવવા લેટિન અમેરિકન ગ્રાહકોને વધુ ચૂકવણી કરવી પડે છે. જેથી સમૃદ્ધ દેશોમાં મળતા સ્ટાન્ડર્ડ સેફટી સાથેના વાહન માટે લેટિન અમેરિકામાં ગ્રાહકોને વધુ ચુકવણી કરવી ન પડે તે સુનિશ્ચિત કરવું પડશે. આવા સુરક્ષા સાધનો અકસ્માતમાં જીવ બચાવવા ખૂબ જ મહત્વના હોય છે.
Published by: Margi Pandya
First published: August 30, 2021, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading