Wow! બ્રેન ટ્યુમરને ડિટેકટ કરી ખાત્મો બોલાવતા મેગ્નેટિક હેલ્મેટની શોધ, અહીં જાણો કઈ રીતે થશે સારવાર


Updated: July 28, 2021, 11:09 PM IST
Wow! બ્રેન ટ્યુમરને ડિટેકટ કરી ખાત્મો બોલાવતા મેગ્નેટિક હેલ્મેટની શોધ, અહીં જાણો કઈ રીતે થશે સારવાર
બ્રેન ટ્યુમર સામે લડવામાં કારગર ગણાતા હેલ્મેટની શોધ

Magnetic helmet: થોડા સમય પહેલા હેલ્મેટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી બ્રેન ટ્યુમરનું નિદાન કરી શકાય તેવી ટેકનોલોજીનો વિકાસ કરાયો હતો. હવે સંશોધકો તેનાથી એક ડગલું આગળ પહોંચી ગયા છે.

  • Share this:
ટેકનોલોજી ક્ષેત્રે થયેલા નવા નવા સંશોધન માણસજાત માટે આશીર્વાદરૂપ બન્યા છે. ટેકનોલોજીના કારણે બીમારીઓ સામે લડી શકાય છે અને જટિલ ગણાતી શાસ્ત્રક્રિયાઓ થઈ શકે છે. થોડા સમય પહેલા હેલ્મેટ (Helmet) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી બ્રેન ટ્યુમરનું નિદાન કરી શકાય તેવી ટેકનોલોજીનો વિકાસ કરાયો હતો. હવે સંશોધકો તેનાથી એક ડગલું આગળ પહોંચી ગયા છે. તેમણે ટ્યુમરને ડિટેકટ કરવાની સાથે તેનો નાશ પણ કરી શકાય તેવું મેગ્નેટિક હેલ્મેટ (magnetic helmet) તૈયાર કર્યું છે. તો ચાલો, આ ટેકનોલોજી અંગે જાણીએ.

પરિક્ષણમાં મળી સફળતા
તાજેતરમાં વિજ્ઞાનિકોએ ન્યુરોલોજી માટે ટેસ્ટ કર્યા હતા. જેમાં બ્રેન ટ્યુમર સામે લડવામાં કારગર ગણાતા હેલ્મેટની શોધ કરવામાં આવી હતી. આ ટેસ્ટ સમયે વિજ્ઞાનિકોએ આશ્ચર્યજનક પરિણામ મેળવ્યું હતું. વિજ્ઞાનિકોએ હેલ્મેટમાં રહેલા મેગ્નેટિક ફિલ્ડથી 53 વર્ષના દર્દીમાં ડેડ ટ્યુમરના ત્રીજા ભાગનો નાશ કરવામાં આવ્યો હતો.

જોકે, કોઈ કારણસર દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીની ઓટોપ્સીમાં સામે આવ્યું કે, દર્દીનું ટ્યુમર ખૂબ ઓછા સમયમાં ત્રીજા ભાગ જેટલું નાશ પામ્યું હતું. આ પરિક્ષણને બ્રેન કેન્સરના ખતરનાક સ્ટેજ ગ્લયોબ્લાસ્ટોમા (glioblastoma)ની વિશ્વની સૌપ્રથમ નોન ઇનવેસિવ થેરાપી ગણવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-મહિલાઓએ દરરોજ ખાવું જોઈએ એક કેળું, આટલા છે ફાયદા

આ પણ વાંચોઃ-આંખોની રોશની વધારવા માટે પીઓ આ 3 હોમમેડ જ્યુસ, જાણો તેના નામઆવી રીતે કરે છે કામ
આ હેલ્મેટમાં સતત ફરતા ત્રણ મેગ્નેટિકને માઈક્રોપ્રોસેસર આધારિત ઇલેક્ટ્રોનિક કંટ્રોલર દ્વારા જોડવામાં આવે છે. જે ચાર્જેબલ બેટરી સાથે જોડાયેલા રહે છે. આ થેરાપીમાં દર્દીએ હેલ્મેટને 5 અઠવાડિયા સુધી ક્લિનિકમાં પહેરી રાખ્યું હતું અને ત્યારબાદ ઘરે પણ પહેર્યું હતું. બાદમાં હેલ્મેટના ડેટાને રીડ કરાયો અને દરરોજ ઓછામાં ઓછા 6 કલાક હેલ્મેટ પહેરવા જણાવાયું હતું. આ હેલ્મેટ પહેર્યા બાદ ટ્યુમરનું કદ ત્રીજા ભાગ જેટલું ઓછું થઈ ગયું હતું.

હોસ્ટન મેથોડિસ્ટ ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યુટના ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડેવિડ બસ્કીને આ હેલ્મેટ અંગે જણાવ્યું કે, ભવિષ્યમાં આ હેલ્મેટની મદદથી કેન્સરની સારવાર હાનિકારક પ્રોસેસ વગર શક્ય છે.
First published: July 28, 2021, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading