જાણો Made in India Apps વિશે જે વોટ્સએપ અને ટ્વિટરને આપી રહી છે ટક્કર


Updated: May 6, 2021, 7:12 PM IST
જાણો Made in India Apps વિશે જે વોટ્સએપ અને ટ્વિટરને આપી રહી છે ટક્કર

  • Share this:
નવી દિલ્લી:  ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, ભારત સરકારે ગત વર્ષે લગભગ 200 જેટલી એપ્સ બેન કરી દીધી હતી. જેમાં ટીકટોક અને પબ્જી જેવી પ્રખ્યાત એપ્સનો પણ સમાવેશ થાય છે. જોકે, ભારતીય એપ ડેવલપર્સે અનેક એવી એપ્લિકેશન બનાવી છે, જે ચાઈનીઝ એપને જબરદસ્ત ટક્કર આપે છે. મેડ ઈન ઈન્ડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

વ્હોટ્સએપ Vs દેશી સંદેશ

વ્હોટ્સએપનો દેશી અવતાર સંદેશને નેશનલ ઈંફોર્મેટિક્સ સેન્ટરે બનાવી છે, આ એપ્લિકેશન ઓગસ્ટ 2020માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન ios અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જો તમને પણ વ્હોટ્એપની પ્રાઈવસી પોલિસી પસંદ નથી આવી રહી, તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. સંદેશમાં વ્હોટ્સએપ જેવી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, કોન્ટેક્ટ શેરિંગ, મેસેજ સ્ટાઈલિંગ, ગ્રુપ ચેટિંગ, વિડીયો અને વોઈસ કોલ જેવી સુવિધા ઉપલબ્ધ છે.

ટીકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ Vs મોજ

ભારતમાં પહેલા ટીકટોક એપ્લિકેશનનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હતો, જેને ભારત સરકારે પ્રતિબંધિત કરી છે. ટીકટોક જેવી જ એક ‘મોજ’ એપ્લિકેશન છે, જે Made in India છે. આ એપ્લિકેશનમાં યૂઝર વિડીયો શેર કરી શકે છે, અન્ય યૂઝરના વિડીયો પણ જોઈ શકે છે તથા શેર પણ કરી શકે છે. આ એપ્લિકેશનમાં ડાન્સ, કોમેડી, વ્લોગ, એન્ટરટેઈનમેન્ટ, ન્યૂઝ, ફની વિડીયોઝ, ગીત અને શાયરીના 15 સેકન્ડના વિડીયો બનાવી શકાય છે.

ટ્વિટર Vs કૂટ્વિટરનું દેશી વર્ઝન કૂ ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે અને કેન્દ્રીય મંત્રીઓએ આ એપ્લિકેશનને પ્રમોટ કરી છે. કૂ એપ્લિકેશન હિંદી, તેલુગુ, બંગાલી, તમિલ, મલયાલમ, ગુજરાતી, પંજાબી, ઉડિયા અને અસમી એમ કુલ 9 ભાષામાં ઉપલબ્ધ છે. જે ટ્વિટર જેવા ફીચર આપે છે. આ એપ્લિકેશનમાં સ્પીચ ટેક્સ્ટનું ફીચર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમારી પસંદગીની ભાષામાં બોલીને ટાઈપ કરી શકાય છે.

ગુગલ મેપ Vs મેપ માય ઇન્ડિયા

ગુગલ મેપ એપ્લિકેશનનો આજકાલ દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે. ગુગલ મેપ જેવી MapmyIndia એપ્લિકેશન ઈસરો સાથે મળીને બનાવવામાં આવી છે. ઈસરોએ આપેલ ડેટાના આધાર પર MapmyIndia એપ્લિકેશન ભારતમાં મેપ અને લોકેશન જેવી સર્વિસ આપશે.

પબ્જી Vs FAU-G

ભારતમાં FAU-G મોબાઈલ ગેમ આ વર્ષે ગણતંત્ર દિવસે લોન્ચ કરવામાં આવી હતી. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. આ ગેમને ચાઈનીઝ એપ્લિકેશન પબ્જીનું દેશી વર્ઝન કહેવામાં આવે છે, જેમાં મલ્ટીપ્લેયર ફીચર્સ આપવામાં આવ્યા છે.
First published: May 6, 2021, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading